Sample Text

Chalti Patti

-- WELCOME TO BLOG :: THANK YOU FOR VISITING --

Wednesday, December 12, 2018

GPSC Preliminary Exam 2018 ના તમારા માર્ક્સ જાણો...


તો જેની આતુરતાથી રાહ જોવાય રહી હતી તે GPSC પ્રિલિમિનરી પરીક્ષા ૨૦૧૮ નું પરિણામ આખરે આવી ગયું. 
તમે cut off માર્ક્સ અને તમારા seat no. પાસ થનાર candidate ની યાદીમાં છે કે નહીં એ તો જોયું હશે પણ નીચે આપેલ લિંક પરથી તમે તમારું પરિણામ જોઈ શકો છો.
પાસ થનાર તમામ મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન.
આભાર.

Friday, December 7, 2018

તો આમ થાય છે, Facebook ના data leak... આના પર ક્લિક ભૂલથી પણ ના કરતા


ગયા વર્ષે ભારતમાંથી જ 5,62,120 વ્યક્તિઓના account ની માહિતી leak થઈ હતી. 
ઉપર આપેલ ફોટો તમે Facebook પર ઘણીવાર જોવા મળ્યો હશે, એના પર ક્લિક કરો અને login થાવ એટલે તમે ક્યાં હીરો કે હિરોઈન જેવા દેખાવ છો તે કહે છે.
આ તમે પણ જાણો છો કે આ fake છે, જે વેબસાઈટ ની લિંક મૂકી હોઈ છે  તેના પર ક્લિક કરવાથી તમે hack થઈ શકો છો.
તમે જ્યારે login થાવ એટલે તમારા એકાઉન્ટ કે facebook page ની બધી જ માહિતી તે વેબસાઈટ માં store થઈ જાય છે અને આ માહિતી તે વેબસાઈટ કોઈ કંપની કે વ્યક્તિને વહેંચે છે.
તમેં કહેશો કે તેઓ આ માહિતીનું શુ કરતા હશે, હવે ધારો કે તમેં એક foodie છો એટલે કે તમને વિવિધ વાનગીઓ બનાવવી કે ખાવી બહુ ગમે છે તમે વિવિધ રેસ્ટોરન્ટ માં મહિનામાં ઘણી વાર જાવ છો તે માહિતી તમે તમારા એકાઉન્ટ ની મદદથી ખબર પડશે. તમારી hobby, તમારી પસંદ કે નાપસંદ બધું તમારા account માં store છે.
આ માહિતી તેઓ કોઈ food company ના owner ને વહેંચી દે તો તે તમે જ્યારે પણ online આવશો ત્યારે તમને એ તેની કંપનીની એડ્સ કે વિડિઓ બતાવશે કે પોતાની product ની ads આપશે.
આમ તમારી માહિતી એક પ્રકારે leak થઈ કહેવાય, જેનો દુરુપયોગ પણ થઈ શકે.
તો મિત્રો, ખાસ કોઈ પણ page ખોલો તો તેમાં login થતા પહેલા 10 વાર વિચારજો. તેમાં facebook ના email id થી login ના થવું.
આભાર.

Thursday, December 6, 2018

PUBG GAME માં મારો અનુભવ.. Foreign મિત્રો બનાવો


PubG Game અત્યારે બહુ જ famous થઈ ગઈ છે, ખાસ કરીને જ્યારે PubG Mobile game આવી છે.
આ પોસ્ટ હું લખું છું કેમ કે આ game થી તમે online મિત્રો સાથે વાતચીત કરી શકો છો અને મિત્રો પણ બનાવી શકો છો.
પણ હા તમારે foreign ના gamer સાથે વાત કરવી હોય તો તમે asia સિવાયનું ગમે તે server પસંદ કરજો ખાસ કરીને north america પસંદ કરવું.
મેં આજે જ north america ના server માં login કર્યું તો મારી ટીમમાં ઇન્ડોનેશિયાના જ્હોન નામના gamer સાથે મળીને ગેમ રમી અને એમાં અમે જીતી પણ ગયા સાથે ઇન્ડોનેશિયા માં શુ ફેમસ છે તે પૂછ્યું તો તેને કહ્યું બાલી. મેં પણ કહ્યું હું india થી છું મહાત્મા ગાંધી ના place થી તો તેમને કીધું હું ઓળખું છું મહાત્મા ગાંધીને. તેમને હિન્દી નો એક શબ્દ પણ આવડતો હતો, " ચલો ચલો." કેમ કે તેમને ત્યાં હિન્દી tourist આવે છે એટલે.
આ અનુભવ મારા માટે અદભુત રહ્યો. તમે પણ આ ગમે રમો પણ PubG એક વ્યસન છે, તમને એ લાગી ના જાય તેનું ધ્યાન રાખજો. બાકી જેમને માર-ધાડવાળી ગેમ ગમે તેમના માટે આ ગેમ ખૂબ ગમશે.
આભાર.

Sunday, December 2, 2018

બિન હથિયારી લોકરક્ષકની પરીક્ષા રદ થઈ તેનું કારણ જાણો ...

જે 8,76,356 ઉમેદવારોએ બિન હથિયારી લોકરક્ષક પરીક્ષા આપી હતી, પણ પરીક્ષા ફક્ત 1 કલાક જ આપી શક્યા કેમ કે, પરીક્ષા લેનાર અધિકારીઓને ખબર પડી કે આ પેપર તો કાલ રાતનું જ લીક થઈ ગયું છે. પેપર રાતના 12 વાગે જ પહોંચેલ કે રૂપિયા આપેલ ઉમેદવાર પાસે હતું અને એ પણ જવાબ સહિત.
એમ ખબર છે કે એક ઉમેદવારના 15 લાખ સુધી બોલાયા હતા.
મિત્રો, આ પેપર ફૂટવાનું સાચું કારણ, વગર મહેનતે પાસ થઈ રૂપિયાના જોરે કે લાગવગના જોરે નોકરી મેળવવી, આ થોડા લોકોની વિપરીત બુદ્ધિથી પાર પાડવામાં આવેલ એક શરમનાક કિસ્સો કહેવાય, જે આવતા વર્ષોમાં જ્યારે જ્યારે કોઈ સરકારી પરીક્ષા લેવાશે ત્યારે ત્યારે  વાગોળવામાં આવશે.
આ પેપર ફૂટ્યું તેમાં કરોડો રૂપિયાનું આંધણ થયું તેનો લગભગ સૌને અંદાજ હશે. આટલો સમય અને ટ્રાવેલિંગ ખર્ચ તો છેવટે 8,76,356 ઉમેદવારોનો જ ગયો ને. તેઓ ઓછામાં ઓછા 3 મહિનાથી આ પરીક્ષાની તૈયારી કરતા હતા અને કાલની રાત તો ઘણા ઉમેદવારોને નિરાંતે ઊંઘ પણ નહીં આવી હોય, પોતાના ઘરની જવાબદારી લઈને બેઠેલા ઘણા યુવાનો જ્યારે આવી મુશ્કેલી ભોગવે ત્યારે તેઓ હતાશામાં સરી પડે છે.
મારે પેપર લીક કરવાવાળાને કહેવું છે કે, જ્યારે પેપર કોઈની જિંદગી બદલી શકે તેમ હોય ત્યારે તેઓ હજારો પરિવારને મુશ્કેલીમાં મૂકી પાસ થાય અને નોકરીએ લાગે તો ભગવાન તમને એ હજારો પરિવારનો ગુનેગાર સમજે અને સજા જરૂર આપે છે.
આની પાછળ જવાબદાર વ્યક્તિઓને અને આવતા વર્ષોમાં આવું કૃત્ય કરનારને સખત સજા થાય તેવી મારી સરકાર અને ન્યાયતંત્ર પાસે અપીલ છે.
અહીં હું એ પોલીસ અધિકારીનો હુકમ મુકું છું જે કોઈએ સવાર સુધી તો વિચાર્યું પણ નહીં હોય.
આભાર.

Wednesday, November 21, 2018

ધગધગતા તેલમાં હાથ નાખી ભજીયા કાઢતા જોયા હશે તેમની ટ્રીક જાણો...


મિત્રો, ઘણીવાર આપણે જોતા હોઈએ છીએ કે ઘણા લોકો ધગઘગતા તેલમાં તળવા મુકેલ ભજીયા કે ગાંઠિયા પોતાના હાથ વડે ઉપાડી લે છે એ પણ હસતા મોઢે... એનું કારણ જાણો છો..
આ લોકો ખરેખર તમને રમાડે છે, આ તમે પણ કરી શકો છો, પણ આ કરવું ખતરનાક છે અને તમે આ અખતરો કરતા નહીં, આ કરવું ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. આ પોસ્ટ ફક્ત તમને જાગ્રત કરવા લખું છું.
જે વ્યક્તિ આવું કરે છે એટલે કે ધગધગતા તેલમાં હાથ નાખી ભજીયા ઉતારે છે તેની પાસે કોઈ દૈવીય શક્તિ હોતી નથી પરંતુ તેઓ વિજ્ઞાનના જ એક નિયમ કે સિદ્ધાંતનો ઉપયોગ કરે છે.
તેઓ જ્યારે ભજીયા ઉતારવાના હોય છે તેની તરત જ પહેલા પોતાનો હાથ બીજા વાસણમાં અલગથી રાખેલા ખૂબ જ ઠંડા પાણીમાં બોળે છે, તેમ કરવાથી તેમના હાથનું તાપમાન ખૂબ જ ઠંડું થઈ જાય છે અને જ્યારે તે હાથ ગરમ તેલમાં બોળે છે ત્યારે તેની પાસે 2 થી 3 સેકન્ડ હોય છે, ગરમાગરમ ભજીયા ઉતારવા માટે.
જ્યારે તેમના હાથનું તાપમાન સમતોલ થાય ત્યાં તો ભજીયા ઉતારી લીધા હોય છે.
તો મિત્રો, ખબર પડી ને આ લોકોની સામાન્ય ટ્રિકની..
આભાર.