Sample Text

Chalti Patti

-- WELCOME TO BLOG :: THANK YOU FOR VISITING --

Tuesday, May 27, 2014

મોદીનો સેલેરી 1.60 લાખ, જાણો પડોશી દેશોના પ્રમુખોનો પગાર

ભારત આજે ઐતિહાસિક શપથ ગ્રહણ સમારોહનું સાક્ષી બન્યું. રાષ્ટ્રપતિ ભવનના વિશાળ પ્રાંગણમાં 4,000 આમંત્રિત મહેમાનની હાજરીમાં નરેન્દ્ર મોદીએ ભારતના 15મા પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા. સમારંભમાં સાર્ક દેશોના પ્રમુખો પણ હાજર રહ્યા હતા.
એક ચાવાળાથી દેશના પ્રધાનમંત્રી સુધીની સફર અત્યંત રસપ્રદ છે. સપ્ટેમ્બર 2013માં પીએમ કેન્ડિડેટની ઘોષણા પછી કેટલાંય મહિનાઓ સુધી પોતાની પાર્ટીમાં જ સમતોલન લાવવામાં મોદીએ ભારે જહેમત ઉઠાવવી પડી હતી. જો કે, 16મી લોકસભા ચૂંટણીમાં બીજેપીને ભવ્ય જીત અપાવી મોદીએ તમામ વિવેચકોની બોલતી બંધ કરી દીધી.
કેટલીય પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરીને મોદી વડાપ્રધાન પદ સુધી પહોંચ્યા છે. પીએમ બન્યા પછી નરેન્દ્ર મોદીને કેટલી સેલેરી મળશે તે જાણીએ. તે સિવાય ભારતના પડોશી અને સાર્ક દેશોના પ્રમુખોને મળતા વેતન અંગે પણ જાણીએ. દર મહિને મળશે 1.6 લાખ રૂ.નો પગારભારતના પ્રધાનમંત્રીના રૂપમાં મોદીને દર મહીને અંદાજે 1.6 લાખ રૂ.નો પગાર મળશે. જેમાં 50,000 વેતન, 3,000 સમ્પ્ચુઅરી એલાઉન્સ (ખાણી-પીણી પર થતો ખર્ચ), 62,000 ડેઇલ એલાઉન્સ અને 45,000 સંસદીય ક્ષેત્ર એલાઉન્સ મળશે. તે સિવાય સરકારી આવાસ, પ્રાઇવેટ સ્ટાફ, સ્પેશિયલ વિમાન સહિત અન્ય કેટલીય સુવિધાઓ મળશે. પ્રધાનમંત્રીને મળતા વેતન અંગે 2012માં કરવામાં આવેલ આરટીઆઇના જવાબમાં આ ખુલાસો કરવામાં આવ્યો હતો.   
(તસવીરમાં પ્રધાનમંત્રી પદના શપથ લીધા બાદ હસ્તાક્ષર કરતાં નરેન્દ્ર મોદી)
(*) પાકિસ્તાન પ્રધાનમંત્રી- નવાઝ શરીફ
2010માં પાકિસ્તાનના પ્રધાનમંત્રી નવાઝ શરીફની કુલ આવક 14,907,988 રૂ. (પાકિસ્તાની ચલણ) હતી. જ્યારે 2011માં તેમની આવક 15,682,488 રૂ. અને 2012માં તેમની આવક 20,782,470 રૂપિયા હતી.
(*) અફઘાનિસ્તાન રાષ્ટ્રપતિ - હામિદ કરઝાઇ
અફઘાનિસ્તાન રાષ્ટ્રપતિ હામિદ કરઝાઇને ભારતીય રૂપિયા અનુસાર 33,682 રૂ. પ્રતિમાસ વેતન મળે છે. આ પ્રમાણે કરઝાઇની દૈનિક આવક 1,617 રૂ. થશે.
(*) બાંગ્લાદેશના પ્રધાનમંત્રી - શેખ હસીના
વર્ષ 2009માં બાંગ્લાદેશના રાષ્ટ્રપતિનું વેતન રીવાઇઝ્ડ થયા પછી 33,400 ટકાથી વધારીને 61,200 ટકા અર્થાત્ 40,238 રૂ. થયું હતું. જ્યારે પ્રધાનમંત્રીનું વેતન 32,000 ટકાથી વધીને 58,600 ટકા અર્થાત્ 38,526 રૂ. થયું હતું.
(*) ભૂતાનના પ્રધાનમંત્રી- શેરિંગ તોબગે
ભૂતાનમાં વેતન રીવાઇઝ્ડ કરવાની માગ જોર પકડી કહી છે. 2013માં સરકારે વેજ બોર્ડ થકી પ્રધાનમંત્રી સહિત બાકીના સંસદમાં વેતનનીસમીક્ષા કરવાનું કહ્યું. હવે અહીંયા પ્રધાનમંત્રી અને બાકીના મંત્રીઓની બેસિક આવક 78,000 nu (ભૂતાનની કરંન્સી) અર્થાત્ 78,000 ભારતીય રૂ. છે.
(*) માલદીવના રાષ્ટ્રપતિ- અબ્દુલ્લા યામીન
માલદીવના રાષ્ટ્રપતિની બેઝિક સેલેરી પ્રતિ માસ MVR100,000 (US$6500) અર્થાત્ 3,82,070 રૂ. છે. આ માત્ર બેસિક સેલેરી જ છે.
(*) નેપાળના પ્રધાનમંત્રી - સુશીલ કોઇરાલા
નેપાળમાં રાષ્ટ્રપતિને 1,09,410 રૂપિયા (નેપાળ કરન્સી), જ્યારે પ્રધાનમંત્રી 56,200 રૂ. સેલેરી મળે છે.  
=》ચીન, અમેરિકા, યુકે અને રશિયા જેવા મહાસત્તાઓના પ્રમુખોના વેતન ...
¤ ચીનના રાષ્ટ્રપતિઃ ઝી જિનપિંગ 
ચીનના પ્રેસિડેન્ટ ઝી જિનપિંગની માસિક આવક 1,600 ડોલર (93,936 રૂ.) છે. જો કે, તે સિવાય તેમને અન્ય ભથ્થાં મળે છે.
¤ અમેરિકાના પ્રમુખ- બરાક ઓબામા
અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાની વાર્ષિક આવક 4,00,000 ડોલર છે. અર્થાત્ ઓબામાને માસિક 19.50 લાખ રૂ. વેતન મળે છે. તે સિવાય અમેરિકન પ્રમુખ તરીકે અન્ય કેટલીય સુવિધા ઓબામાને મળે છે. તે સિવાય ઓબામા પુસ્તકો થકી લાખો રૂપિયા કમાય છે.
¤ યુકેના પીએમ - ડેવિડ કેમરોન
યુકેના પીએમ ડેવિડ કેમરોનની માસિક આવક 11,875 પાઉન્ડ (અંદાજે રૂ. 11,875,00) છે.
¤ રશિયાના પ્રમુખ- વ્લાદિમિર પુટિન
રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુટિનની વાર્ષિક આવક 2013ના આંકડાઓ અનુસાર 5.7 મિલિયન રુબલ્સ અર્થાત્ અંદાજે 1,19,00,000 રૂ. છે. આમ, પુટિનની માસિક આવક અંદાજે 9.91 લાખ રૂ. જેટલી થાય.

Posted via Blogaway