Sample Text

Chalti Patti

-- WELCOME TO BLOG :: THANK YOU FOR VISITING --

Sunday, May 11, 2014

ગુજરાતીઓ આનંદો: આ શહેરમાં થશે 4Gની વિશેષ સુવિધા

રિલાયન્સ દ્વારા શરૂ થનાર ઝડપી ઈન્ટરનેટ સુવિધાથી યુઝર્સને નેટ કનેક્ટીવીટી સમસ્યાથી છૂટકારો મળશે.
આજના આધુનિક યુગમાં ઈન્ટરનેટ એ માનવીની પ્રાથમિક જરૂરિયાત બની ગયું છે. આજના ઝડપી યુગમાં અભિન્ન અંગ બની ગયેલાં ઈન્ટરનેટ થકી ઝડપી સુવિધા આપવા સરકારી-ખાનગી ટેલિકોમ કંપનીઓ વચ્ચે ચાલતી ગળાકાપ હરિફાઈનો સીધો ફાયદો ટૂંક સમયમાં શહેરીજનોને મળવાની આશા બેવડાઈ છે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ટેલિકોમ એકમ રિલાયન્સ જીઓ દ્વારા શહેર અને તાલુકા વિસ્તારમાં જુલાઈ સુધીમાં ૪ ઈન્ટરનેટ સુવિધા શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે.કંપનીના સૂત્રોના જણાવ્યાનુસાર, ભાવનગર શહેર અને તાલુકા વિસ્તારને આવરી લેવાના હેતુ સાથે હાલ પ્રોજેક્ટની ટેકનીકલ કામગીરી શરૂ છે.
આ કામગીરી ૧પ જૂન સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે. પરંતુ, વાતાવરણ અને અન્ય સરકારી, ભૌગોલિક સ્થિતિ સંજોગોને આધિન વિલંબ સર્જા‍ય તો પણ જુલાઈના પ્રારંભ પૂર્વે આ સેવા શરૂ કરી દેવામાં આવશે તેવો સૂત્રોએ આશાવાદ વ્યક્ત કર્યો હતો.
હાલ શહેરમાં ૨ અને ૩ ઈન્ટરનેટ સુવિધા કાર્યરત છે. જોકે, સરકારી સહિ‌ત અમુક ખાનગી કંપનીઓ દ્વારા ઝડપી સુવિધા સાથે ૩ કનેકશનના દાવા હાલ તો મહદ્દઅંશે પોકળ જ સાબિત થઈ રહ્યા છે ત્યારે, સ્માર્ટ ફોનનો સૌથી વધુ વપરાશકર્તા વર્ગ એવા યુવાનો તથા અન્ય નેટ સેવી વર્ગને આ નવીનત્તમ સુવિધાથી કેટલો ફાયદો થશે તે તો સુવિધા શરૂ થયા બાદ જ ખ્યાલ આવશે. જોકે, ૪ સુવિધાની જ વાત કરીએ તો આ સુવિધાના કારણે હાલ ઈન્ટરનેટ યુઝર્સને ૨ અને ૩ના વપરાશ સમયે વિડીયોથી લઈ ડેટા અપલોડ, ડાઉનલોડ કરવા સર્જા‍તા વિલંબનો અંત આવશે એટલું જ નહીં, 'બફરીંગ’ સમસ્યા આ સુવિધામાં નેસ્તનાબૂદ થઈ જશે તે અત્રે ઉલ્લેખનિય છે.
૩Gથી ઝડપી અને સસ્તી સેવા હશે
રિલાયન્સ કંપની દ્વારા શરૂ થનાર ૪ સેવા ૩થી ઝડપી હશે સાથોસાથ, ૩ની સરખામણીએ ૪ને સસ્તા દરે ગ્રાહકોને આપવા કંપની દ્વારા વિચારણા ચાલી રહી છે. ગ્રાહકોને ઝડપી અને સસ્તી સેવા સરળતાથી મળશે તેવો કંપનીનો ધ્યેય છે. મહર્ષિ‌ ભટ્ટ, કલ્સ્ટર હેડ, રિલાયન્સ ૪, ભાવનગર
4G માટે જિલ્લાવાસીઓને રાહ જોવી પડશે
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનાટેલિકોમ એકમ રિલાયન્સ જીઓ દ્વારા શહેરમાં ૪ ઈન્ટરનેટ સુવિધા શરૂ કરવામાં આવશે પરંતુ, જિલ્લામાં હાલ તુરંત આ સુવિધા શરૂ કરવાની કંપનીની યોજના ન હોવાનું કંપનીના સૂત્રોએ જણાવ્યું હતું. જિલ્લાવાસીઓને આ સુવિધા માટે રાહ જોવી
શહેર-તાલુકામાં ૭૭ ટાવર થકી 'નેટવર્ક’
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે ગ્રાહકોને ઉત્તમ સેવા આપવા માટે સઘન નેટવર્ક ગોઠવ્યું છે. શહેરમાં ૪પ તથા શહેર ફરતેની ત્રિજયામાં આવેલાં તાલુકા વિસ્તાર બાડા વિસ્તારમાં ૩૨ મળી કુલ ૭૭ ટાવરનું નેટવર્ક ઊભું કરાયુ છે. જોકે, ૭૭ પૈકી અન્ય ૩૩ જેટલા અન્ય કંપનીના ટાવરનો પણ કંપની ઉપયોગ કરશે. જેથી ગ્રાહકોને નેટવર્કનો પ્રોબ્લેમ નહિ‌ નડે.


Posted via Blogaway