Sample Text

Chalti Patti

-- WELCOME TO BLOG :: THANK YOU FOR VISITING --

Sunday, May 25, 2014

રેલવેના કંટાળાજનક ભોજનથી મળશે હવે છુટકારો, ઓનલાઈન ફૂડ બુકિંગ કરાવીને મેળવી શકાશે ચાલુ મુસાફરીએ

તમારે રેલવેમાં વદારે લાંબી મુસાફરી કરવાની હોય છે અને તમે રેલવે વિભાગના તે બોરિંગ અને અનહાયજેનિક ભોજનથી કંટાળી ગયા છો? પણ હવે તમારે ચીંતા કરવાની બીલકુલ જરૂર નથી. કારણકે હવે ઓનલાઈન ફૂડ પણ બુક કરાવી શકાશે અને તમે તે ગમે તે સ્થળે તમારા ટ્રેનના ડબામાં મેળવી શકશો. યાત્રા કેફ ડોટ કોમ પર હવે લાંબી મુસાફરી કરતા યાત્રીઓ બ્રેકફાસ્ટ, લંચ અને ડિનરનું ઓનલાઈન બુકિંગ કરાવી શકશે. યાત્રા કેફે દ્વારા તેમની આ સર્વિસ 120 સ્ટેશન પર શરૂ કરી દેવામાં આવી છે અને તેમના નેટવર્ક હેઠળ 200 રેસ્ટોરન્ટ કામ કરી રહી છે.
કોચી આધારિત કંપની 'અવર ઈનોવેશન પ્રાઈવેટ લિ.' દ્વારા આ સર્વિસનો કન્સેપ્ટ જાહેર કરવામાં આવ્યુ છે. આ કંપની અરુણ રાજન, રમીઝ અસરફ અને સુચીત્રા એસ દ્વારા રેલવેમાં મુસાફરીઓને તેમની પસંદગીનું ભોજન મળી શકે તે માટે યાત્રા શેફ નામની સર્વિસ લોન્ચ કરવામાં આવી છે. આ સેવાનો ઉપયોગ કરવા માટે મુસાફર તેમની પસંદગીનું મેનુ www.yatrachef.com પર ઓર્ડર કરી શકે છે અથવા હેલ્પ લાઈન નંબર 8137813700 પર સવારે 7થી રાત્રે 9 વાગ્યા સુધીમાં પણ ઓર્ડર કરી શકે છે. ઓર્ડર આપતી વખતે યાત્રીએ તેમનો પીએનઆર અથવા ટ્રેઈન નંબર અને મુસાફરીની તારીખ આપવાની હોય છે. મુસાફરોએ તેમનું ફૂડ મળ્યા પછી જ નાણાની ચૂકવણી કરવાની હોય છે. આ સેવા આપવા માટે કંપની દ્વારા હોટલ, રેસ્ટોરન્ટ, ફૂડ પ્લાઝા, ફાસ્ટ ફૂડ ચેઈન અને સમગ્ર દેશના અગ્રણી કેટરર્સ સાથે ટાયઅપ કરી રાખ્યુ છે.
કંપનીના સીઈઓ રાજન દ્વારા આપવમાં આવેલી માહિતી પ્રમાણે તેઓ જ્યારે ટ્રેનમાં લાંબી મુસાફરી કરતા ત્યારે તેમને આ વાતનો અહેસાસ થયો અને તેનો આધાર રાખીને મુસાફરોને તેમની પસંદગીનું ભોજન તેમના સ્થળે જ મળી રહે તેવો કન્સેપ્ટ બનાવ્યો. આ કંપનીના શરૂઆત માત્ર રૂ. 15 લાખના રોકાણ સાથે કરવામાં આવી હતી.

Posted via Blogaway