Sample Text

Chalti Patti

-- WELCOME TO BLOG :: THANK YOU FOR VISITING --

Tuesday, June 30, 2015

બસ, એક બૂમ મારો અને સેલ્ફી ક્લિક કરો!


સ્માર્ટફોનમાં સેલ્ફી લેવાના શોખીનો માટે એક નવી એપ લોન્ચ થઈ છે, જેના દ્વારા તમે માત્ર એક બૂમ મારીને સેલ્ફી લઈ શકો છો. આઈફોન માટે તૈયાર કરાયેલી આ એપ 'ટ્રિગરટ્રેપ સેલ્ફી' અવાજના આધારે જ ફોનના કેમેરાને ઓન કરી નાખે છે. આ એપને કેમેરા માટે ટ્રિગર બનાવતી કંપની ટ્રિગરટ્રેપ દ્વારા તૈયાર કરાઈ છે. 

વેબસાઈટ પેટાપિક્સલ.કોમના જણાવ્યા અનુસાર, આ એપની મદદથી સેલ્ફી લેવી આસાન છે. બસ તમારે તમારા ફોનને સેલ્ફી લેવાની મુદ્રામાં પકડવાનો છે અને એક બૂમ પાડવાની છે. તમારી બૂમ સાંભળી કેમેરા જાતે ઓન થઈ જશે અને સેલ્ફી લઈ લેશે. 

સેલ્ફી લીધા બાદ આ એપ તમારી સેલ્ફીનો પ્રિવ્યૂ પણ બતાવશે, અને બીજી સેલ્ફી લેવા માટે સ્ક્રીન ક્લિયર કરવા માટે તમારે ફરી એક બૂમ મારવી પડશે. બૂમ મારવા જેવા અવાજથી જ યોગ્ય ડેસિબલ સંભળાય છે, સ્માર્ટફોનની પિક્સલેટેડ સ્ક્રીન સાફ થઈ જાય છે અને કેમેરા સેલ્ફી લઈ લે છે. આ એપમાં સ્માર્ટ ફેસ ડિટેક્શન સિસ્ટમ પણ સામેલ કરવામાં આવી છે, જેથી બૂમ સાંભળ્યા બાદ કેમેરા ત્યારે જ સેલ્ફી લે, જ્યારે તેની સામે કોઈ ચહેરો હોય. 

FOR DOWNLOAD THIS APPLICATION : CLICK HERE

No comments:

Post a Comment