Sample Text

Chalti Patti

-- WELCOME TO BLOG :: THANK YOU FOR VISITING --

Wednesday, July 1, 2015

આ 7 કામ બધાં જ કરે છે, જે હકીકતમાં કેટલા નુકસાનકારક છે જાણી લો…!!!

                          work5
કેટલાક કાર્યો એવા હોય છે જે નુકસાન કરશે ખબર હોવા છતાં લોકો કરતાં રહે છે. પણ હકીકતમાં આ કાર્યો કેટલા નુકસાન કરે છે બહુ ઓછા લોકો જાણે છે અથવા તો આ કામથી કેવા નુકસાન થઈ શકે તેના વિશે આજે અમે જણાવીશું. જેમ કે ચ્યુઇંગમ કાઢવાની જગ્યા ન મળે તો તેને ગળી જવી, રાત્રે મેકઅપ કાઢયા વિના સૂઇ જવું. ઊભા થઇને લાઇટ ચાલુ કરવાની આળસને કારણે આપણે ઓછા પ્રકાશમાં વાંચવું. આ બધું જ ન કરવું જોઇએ એ આપણે જાણીએ છીએ. આ પ્રકારની બીજી ઘણી બાબતો છે જે વિશેની જાણકારી આપણી પાસે તેનો અમલ ન કરવાથી શું નુકસાન થાય છે. આ નિયમોનું પાલન ન કરવાથી કેટલું નુકસાન થઇ શકે છે તે આપણે જાણવું જોઇએ.
ઓછા પ્રકાશમાં વાંચન
તમારા પતિ સૂઇ ગયા છે અને તમે જો લાઇટ કરશો તો તે જાગી જશે એ બીકથી અથવા અન્ય કોઇ કારણથી જો તમે ઓછા પ્રકાશમાં વાંચવાનો પ્રયાસ કરશો તો આંખો ખેંચાશે. ઓછા પ્રકાશમાં વાંચવાથી આંખની કીકીઓ મોટી બને છે. જો કે દૃશ્ય તો ધૂંધળું જ દેખાય છે. પરિણામે આંખોને ખૂબ શ્રમ પહોંચે છે. આંખો થાકી જાય છે.
-નિષ્ણાતોના કહેવા મુજબ આ પ્રકારની ટેવ પાડવાથી આંખોની આસપાસ કરચલીઓ પડી જાય છે. એન્ટિ-એજીંગ આઇ ક્રીમ વાપરવાની જરૂર પડે છે.
વાસી ખાદ્યોનું સેવન
ફ્રીજમાં ઘણાં સમયથી પડેલી ચીઝ કે જેના પર લીલાં રંગની ફૂગ ચઢી હોય અથવા પીચ પર લાગેલા બારીક કણો આપણા સ્વાસ્થ્ય નુકસાન કરે છે. કોઇક વાર આ પ્રકારના ખાદ્યો ખવાઇ જાય તો તે ગંભીર બાબત નથી. ફૂગ સીધી રીતે ખાસ કોઈ નુકસાન કરતી નથી. પરંતુ જીવાણુઓ-વાળો ખોરાક નુકસાન કરી શકે છે. ખાસ કરીને ઉબ કે ફૂગવાળા ફળો ખાવાનું ટાળો. નરમ ફળમાં ફૂગ ઊંડે સુધી જઇ શકે છે. તેનાથી પેદા થયેલા વિષયુક્ત તત્વો નુકસાનકારક છે. દૂધ તેની એકસ્પાયરી ડેટ વટાવી ચૂક્યું હોય પરંતુ તેની વાસ બગડી ન હોય તો તેનું સેવન કરવામા કદાચ વાંધો ના આવે. પરંતુ જો તે ખાટુ થઇ ગયું હોય તો તે ખાવું ના જોઇએ.
ખોરાકી ઝેરની અસરથી ઝાડા-ઊલટી થઇ શકે છે. સામાન્ય ઉબ કે ફૂગ કદાચ કોઇ નુકસાન ના કરે પરંતુ તેમની અધિકતાવાળા ખાદ્યોનો તો નિકાલ કરવો જ હિતાવહ છે.
અપૂરતા પાણીનું સેવન
રોજ દોઢ લિટર પાણીનું સેવન કરવું જરૂરી છે એ આપણે જાણીએ છીએ. જો આમ ના થાય તો આપણી ત્વચા સૂકી બને છે. એકાગ્રતા ઘટે છે અને ડિહાઇડ્રેશન થઈ શકે છે. આપણાં શરીરમાંથી રોજ દોઢ-લિટર જેટલું પાણી બહાર નીકળે છે. ઓછું પાણી પીવાથી શરીરમાંથી પાણીના નિકાલની માત્રા ઘટે છે.
-દિવસમાં બે-ત્રણ ગ્લાસથી ઓછું પાણી પીવામાં આવે તો થાક અને માથામાં દુઃખાવો થઇ શકે છે. ઓછા પાણીના સેવનથી કબજિયાત, સૂકો મળ જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે.
ચ્યુઇંગમ ગળવાથી શું થઇ શકે ?
ભૂલથી તમે ચ્યુંઇગમ ગળી જાઓ છો પછી તમને ચિંતા થાય છે.ચ્યુંઇગમમાં સ્વીટનર્સ, કોર્ન-સીરપ, સોફનર્સ, સુગંધ અને ગમ-બેઝ હોય છે. પ્રથમ ચાર પદાર્થો દ્રાવ્ય હોય છે. ગમ (ગુંદર) શરીરની અંદર ક્યાંક ચોંટી જશે એવો ડર ગળી જનારને રહે છે. નિષ્ણાતોના કહેવા મુજબ અન્ય ખાદ્યોની જેમ જ ગમ પાચન માર્ગમાંથી આંતરડા વાટે બહાર નીકળી જાય છે.
-ચ્યુઇંગમ ગળવાથી બીજું કોઇ નુકસાન નથી ફક્ત મળવિસર્જનની ક્રિયા લાંબો સમય લઇ શકે છે.
ગરમ કર્યા વગરના ખોરાકનું સેવન
રાત્રે મોડાં ઘરે પહોંચીને સવારનું ભોજન અથવા સવારે પાછલી રાતનું ભોજન માઇક્રોવેવમાં ઉતાવળે ગરમ કરવાથી અંદર સુધી ગરમ થતું નથી. થોડું ખાધા બાદ તમને સમજાય છે કે ભોજન અંદરથી ઠંડુ છે. ભોજનમાં જો જીવાણુઓ હોય તો તે તમને નુકસાન કરી શકે છે તેથી ભોજનને બરાબર રીતે ગરમ કરવાનું રાખો. ઠંડા ભોજનને વારંવાર ગરમ કરીને પાછું ફ્રીજમાં મૂકવાથી જીવાણુઓ ઉત્તરોત્તર વધતા જાય છે.
-જીવાણુયુક્ત ભોજનનું સેવન કરવાથી ઝાડા થઇ શકે છે.
જૂની દવાઓનું સેવન
તમારું માથું ખૂબ દુખી રહ્યું છે. ઘણું કામ બાકી છે. તમારે દુખાવામાં રાહત મેળવવી જરૂરી છે. એક્સપાયર થઇ ગયેલી પેરાસીટામોલ તમે ગળી લો છો. થોડી જૂની દવા તમને અસર કરશે. પરંતુ થોડા મહિનાઓ જૂની દવાની અસર નહીં કરે. નિષ્ણાતો મુજબ ફાર્માસિસ્ટ ઘણાં પ્રકારના પરીક્ષણો કરીને ગોળીઓ બજારમાં મૂકે છે તેથી તેની અન્ય કોઇ આડઅસર થતી નથી.
-જૂની પેરાસીટામોલ બીજું કોઇ નુકસાન નહીં કરે પરંતુ તમને દુઃખાવામાં રાહત નહીં આપે.
ભોજન ખાવામાં ઉતાવળ
વ્યસ્ત દિનચર્યાને કારણે કેટલાંક લોકો શાંતિથી ભોજન ખાઇ શકતા નથી. જો કે આ રીતે ભોજન ખાવા છતાં તેનું પાચન તો થાય જ છે. પરંતુ તેનાથી ક્યારેક અપચો કે છાતીમાં બળતરા થઇ શકે છે. ખોરાકને ધીમે ધીમે અને યોગ્ય રીતે ચાવીને ખાવાથી ફાયદો થાય છે.
-ઊભા રહીને કે ઉતાવળે ખાવાથી અપચો થવાનેકારણે ઓડકાર, વાછૂટ જેવી સમસ્યા થઇ શકે છે.
Source : દિવ્ય ભાસ્કર.

No comments:

Post a Comment