Sample Text

Chalti Patti

-- WELCOME TO BLOG :: THANK YOU FOR VISITING --

Friday, March 4, 2016

માત્ર 1 મિનીટમાં શોધો ખોવાઇ ગયેલા એન્ડ્રોઇડ ફોનને, આ રહી Tricks

ગેજેટ ડેસ્કઃ ઘણીવાર ફોન ખોવાઇ જાય કે ભૂલથી ક્યાંક મુકાઇ જાયે ત્યારે મોટી મુશ્કેલી ઉભી થાય છે. કૉલ કરવો હોય કે ઇન્ટરનેટ પર કોઇ વસ્તુ સર્ચ કરવું હોય ત્યારે ફોન ના મળે ત્યારે પણ પરેશાની થાય છે. પણ હવે ચિંતા કરવાની જરૂર નથી. ગુગલ હવે એક એવું ફિચર લાવ્યું છે કે જેની મદદથી તમે ખોવાયેલા ફોનને 1 મિનીટમાં જ શોધી શકો છો.

~> આ છે પ્રોસેસ ::

1. સૌથી પહેલા ગુગલનું હૉમ પેજ ઓપન કરો, અહીં ગુગલ એકાઉન્ટના તે જ આઇડીથી સાઇન-ઇન કરો, જે તમે તમારા એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં રજિસ્ટર કર્યું હોય.

2. ત્યાર પછી ગુગલના હૉમ પેજના સર્ચબારમાં 'Whare my phone?' ટાઇપ કરીને સર્ચ કરો. જેવું સર્ચ કરશો તેવું ત્યાં મેપ ઓપન થઇ જશે.

3. આ મેપમાં થોડી જ વારમાં તમારા ફોનનું લૉકેશન દેખાશે. કેમકે ગુગલ તમારા એન્ડ્રોઇડ સ્માર્ટફોનનું લૉકેશન ટ્રેસ કરીને તે બતાવે છે.

4. ફોન ખોવાઇ ગયો હોય અથવા તો ક્યાંક ભૂલી ગયા હોય ત્યારે આ ફિચર દરેક યૂઝર માટે ઉપયોગી સાબિત થશે.

5. ફોનને ઘર કે આજુબાજુમાં ક્યાંક ભૂલી ગયા હોય, તો તમે ફોનની રિંગ વૉલ્યૂમ પણ વધારી શકો છો. ફોન સાયલન્ટ મૉડમાં હશે તો પણ આ ફિચર કામ કરે છે. રિંગનું ઓપ્શન મેપની નીચેની બાજુમાં દેખાશે.

* આઇફોન યૂઝર્સ માટે ગુગલની "Where's my phone?" ટ્રિક કામ નહીં કરે. જોકે, આઇફોન માટે પણ આવી બીજી ટ્રિક છે તેના તમે iCloudની મદદથી આઇફોનને શોધી શકો છો.

No comments:

Post a Comment