Sample Text

Chalti Patti

-- WELCOME TO BLOG :: THANK YOU FOR VISITING --

Tuesday, May 9, 2017

બ્લોગ દ્વારા હું કેટલું કમાવ છું? How much Money i Earn From Blogging ?


=> નમસ્કાર મિત્રો, મારી આ પોસ્ટમાં આપ સૌનું સ્વાગત છે.

=> સામાન્ય રીતે બ્લોગર કોઈપણ બ્લોગ બનાવે છે ત્યારે તેના મનમાં ક્યાંકને ક્યાંક બ્લોગ દ્વારા રૂપિયા કમાવાની ઇરછા હોય છે. બ્લોગર મિત્રો આ ઉદ્દેશ્ય સાથે આ ફિલ્ડમાં આવે છે. ૯૦% બ્લોગર રૂપિયા કમાઈ રાતોરાત લખપતિ બની શકે છે.

=> મિત્રો, આ બ્લોગીંગ દ્વારા તમે ૧૦૦૦ વ્યુ ઉપર તમે ૧ $ થી ૬ $ (ડોલર) સુધી કમી શકો છો. જો યુટ્યુબમાં તમે ૧૦૦૦ વ્યુ એ કેટલું કમાઈ શકો છો, એ જાણવું હોય તો અહી ક્લિક કરી તમે મારી યુત્યુબમાં ૧૦૦૦ વ્યુ એ ગૂગલ તમને કેટલા રૂપિયા આપે છે એ જાની શકો છો. 

=> હવે, સવાલ એ કે બ્લોગર કઈ રીતે બ્લોગથી રૂપિયા કમાઈ છે ? તો મિત્રો બ્લોગરને સૌપ્રથમ પોતાના બ્લોગને ગૂગલ એડસેન્સ સાથે કનેક્ટ કરવો પડે છે. ત્યારબાદ તમારે એક દિવસમાં ઓછામાં ઓછા ૧૦૦૦ વ્યુ મળવા ખુબ જરૂરી છે. ત્યારબાદ ગૂગલ તમારા બ્લોગમાં કોઈ કોપીરાઈટ ફોટો, વિડીયો કે અન્ય માહિતી તો નથી ને એનું એનાલીસીસ કરશે અને ત્યારબાદ જ તમારા બ્લોગમાં વિજ્ઞાપન બતાવશે અને તમે તેના દ્વારા રૂપિયા કમાઈ શકો છો. કોપીરાઈટ વિષે જાણવા તમે અહી ક્લિક કરી મારી આગળની પોસ્ટ વાંચી શકો છો. 

=> હવે, હું મારા આ બ્લોગ દ્વારા કેટલું કમાવ છું ? તેનો જવાબ આપું તો મિત્રો મેં આ બ્લોગ કમાવવાના ઈરાદાથી શરૂ કર્યો ન હતો. મેં બ્લોગ શરુ કર્યો એને આજ ૬ વર્ષથી વધુ થયા. ત્યારે મને આમાં રૂપિયા મળે એની ખબર પણ ન હતી. હું ધારુ તો કમાઈ શકું પણ નહિ. મને મારા બ્લોગમાં કોઈ વિજ્ઞાપન બતાવવું પસંદ નથી કે જેથી લોકો કંટાળે.

=> મિત્રો, બ્લોગ અત્યારે કમાવવાનું સાધન થઇ ગયું છે. હું આ વિષે વધુ નહિ કહું પણ મિત્રો મારા માટે બ્લોગ એટલે તમારામાં રહેલ આવડત અને નોલેજને બીજા લોકો સુધી પહોંચાડવી. તો મત્રો તમે કહેશો કે જો હું રૂપિયા માટે બ્લોગીંગ નથી કરતો તો શા માટે કરું છું ? મને આંતરિક આનંદ મળે છે. બોલીવુડની ભાષામાં કહું તો " આમાં કિક છે." તમે મારી પોસ્ટ વાંચો અને મને જેટલા વ્યુ મળે એ જ મારા માટે ભારતરત્ન અને તમામ નામાંકિત પુરસ્કાર અને એ જ મારી એચીવમેન્ટ.

=> એટલે મિત્રો, આ પોસ્ટ લખવાની જરૂર મારે એટલે પડી કે ઘણા મિત્રોને એવું લાગે છે કે હું આમાંથી રૂપિયા કમાવ છું પણ ના, એ સત્ય નથી. જો આ પોસ્ટ તમને ગમી હોય તો મને પૂરો આનંદ થશે.

=> ધન્યવાદ.

1 comment:

  1. I like ur thought Very good work by u i also like ur "kik" style My best wishes with u all the best

    ReplyDelete