Sample Text

Chalti Patti

-- WELCOME TO BLOG :: THANK YOU FOR VISITING --

Monday, September 4, 2017

જુનાગઢના ગીરનાર વિષે આ જાણો છો ?



ગિરનાર પર્વત જૂનાગઢ શહેરથી પૂર્વમાં 5 કિલોમિટરના અંતરે આવેલો છે.  પર્વતોના સમૂહ તરીકે ઓળખાતાં ગિરનારનું ઊંચામાં ઊંચું શિખર છે 945 મિટર, એટલે કે 3600 ફૂટ જે ગુજરાતમાં સૌથી ઊંચું છે. પર્વતની તળેટી ગિરનારની તળેટીથી ઓળખાય છે અને તે જૂનાગઢથી માત્ર 4 કિમી. ના અંતરે આવેલી છે.

=> દર વર્ષે દિવાળી પછીની એટલે કે હિંદુ કેલેન્ડર મુજબ નવા વર્ષની પહેલી પૂનમ સુધીના દિવસો દરમ્યાન ગુજરાતના ગૌરવ સમાન ગિરનાર પર્વતની પરિક્રમા કરવાનો તેમજ તેના શિખર ઊપર આવેલા મંદિરનો ઘંટ વગાડવાનો મહિમા છે.

=>દર વર્ષે ગિરનારની પરિક્રમા થાય છે જેમાં લાખો શ્રદ્ધાળુઓ જોડાઇ છે. ગિરનાર ચડવાની હરિફાઇ પણ ગોઠવાય છે. ગિરનાર ગુજરાતનાં ધાર્મિક સ્થળોમાંનો એક છે.

=>ગીરનાર આપણા ગુજરાતનો સૌથી ઉંચો આધ્યાત્મિક શિખર હોવાથી તે મહત્વપૂર્ણ યાત્રાધામોમાંથી એક છે. ગીરનાર ના ભવ્ય ઊંચા પહાડ પર શ્રી ગીરનારજીબિરાજમાન છે. ગીરનાર સમુદ્રતળથી ૩૧૦૦ ફૂટ ઊંચાઈએ આવેલ છે.

=>ગીરનારની પરક્રિમા વખતે જંગલમાં યાત્રાળુઓની સુવિધા જાળવવા માટે વનકર્મચારીઓને તૈનાત કરાય છે. ગીરનારમાં હિંદુ ઘર્મ સિવાય જૈન ઘર્મ પણ સારી રીતે વિકસેલ છે. ગીરનાર પર્વતના અંતિમ શિખર પર
દત્તાત્રેયનું મંદિર છે.

=> 
લોકો દિવાળી માં અને દિવાળી પછીના સમયમાં આની પ્રદક્ષિણા કરવા માટે જાય છે. આ મંદિરની ૨૦૦૦ સીડીઓ ચડવી પડે છે.

=> માનવામાં આવે છે આ તળેલી ની અંદર નાગાબાવાઓ રહે છે જે દિવાળી દરમિયાન અને શિવરાત્રીના તહેવાર દરમિયાન વર્ષમાં એકાદ બે વાર બહાર નીકળે છે. ગીરનાર ની તળેટીઓ સુંદર લીલીછમ હરીયાળી અને ગિરિમાળાઓ સરસ મજાનું ધાર્મિક વાતાવરણ રચે છે.

=> ગીરનાર ના પહાડમાં ઘણા બધા મંદિરો આવ્યા છે. જયારે આની ચડાઈ કરીએ ત્યારે
બલદેવજી મંદિરઆવે છે જેમાં દર્શન કરવા માટે તમારે ૪૦૦૦ સીડીઓ ચડવી પડે. જૂનાગઢ ની આધ્યાત્મિક તળેટીમાં ૧૫ મી સદી દરમિયાન દામોદર કુંડમાં નરસિહ મહેતા સ્નાન કરવા ગયા હતા. તો આ પણ જોવાલાયક છે.

=> મને આશા છે કે તમને આ પોસ્ટ ગમે હશે તો આ પોસ્ટ ને Share કરવાનું ભૂલતા નથી કેમ કે હું આવી જ બ્લોગ પોસ્ટ તમારા માટે લઈને આવતો રહેતો હોવ છું.


=> ધન્યવાદ.

No comments:

Post a Comment