Sample Text

Chalti Patti

-- WELCOME TO BLOG :: THANK YOU FOR VISITING --

Saturday, September 2, 2017

Future will Fail... Time Machine થી કોણ આવ્યું ?



=> નમસ્કાર મિત્રો, આજે આપણે વિકસતી ટેકનોલોજીને જોઇને ગર્વ અનુભવી રહ્યા છે. જો તમારી પાસે એક સ્માર્ટફોન છે, તો તમે દુનિયાના ૬૦% નશીબદારમાંથી એક છો.

=> આ પોસ્ટના Title થી તમે સહમત નહિ હોય. કેમકે છેલ્લા ૧૫ વર્ષમાં ટેકનોલોજીની દુનિયામાં અદ્દભુત ફેરફારો થયા છે. આ જોતા આપણને આપણું ભવિષ્ય ઉજ્જવળ લાગે છે.

પણ.......

=> મને લાગે છે, આપણું ભવિષ્ય એક પ્રકારે નિષ્ફળ ગણી શકાય. કેમ ????
=> તમને પણ મારી જેમ મૂવી જોવી ગમતી હશે, તેમાં પણ સાયન્સ ફિક્શન મૂવી જોવી જેમાં કોઈ વ્યક્તિ Time Machine થી ભૂતકાળ કે ભવિષ્યમાં જાય છે. ( જેમ કે, Back To The Future ના ત્રણ ભાગ ) આ પ્રકારના ઈફેક્ટ કોમ્પ્યુટર ની મદદથી સરળ છે. પણ અસલ જીંદગીમાં ફક્ત એક કલ્પના.

=> તમે જરા વિચારો, શું ભવિષ્યમાં ( હું ભવિષ્ય એટલે કે ૧૫૦ થી ૧૦૦૦ વર્ષ પછીની વાત કરું છું, પૃથ્વીનું આયુષ્ય હજી ૫૦ કરોડ વર્ષ બાકી છે. ) કોઈ દેશ કે વ્યક્તિએ( વૈજ્ઞાનીકે ) એવી મશીન નહિ બનાવી હોય જે ભવિષ્યમાં જઇ શકે કે ભૂતકાળમાં જઈ શકે ? જો, હા તો એ લોકો ક્યા છે જે ભૂતકાળમાં એટલે કે અત્યારના સમયમાં આવ્યા અને નહિ તો આપણું ભવિષ્ય નિષ્ફળ છે.

=> હું જયારે BScIT નો અભ્યાસ કરતો ત્યારે મારા એક મિત્ર શૈલેશ જેઠવાએ મને એક વાત કહેલી કે, એવું બની શકે કે ભૂતકાળમાં આદિમાનવના વખતમાં એ લોકોએ અગ્નિની શોધ કરી, ચક્રની શોધ કરી કે પછી ખેતીની શોધ કરી તે ભવિષ્યમાંથી કોઈ આવીને આદિમાનવને શીખવી ગયું હોય ? અને હું પણ આ પ્રશ્ન વિષે ઊંડા વિચારમાં ખોવાઈ ગયો.

=> હું તમને પૂછું છું કે શું આપણું ભવિષ્ય એક "સમય ઘડિયાળ"ની શોધ કરવામાં અસફળ રહ્યું હશે ? શું કોઈ વ્યક્તિએ Time Travel ( સમય યાત્રા ) કરી હશે ? પ્રશ્ન ખુબ જ રોમાંચક છે, જો તમે શાંતિથી વિચારશો તો.
જો સમય યાત્રાથી કોઈ આવ્યું છે તો તે સામે કેમ નથી આવતું. જો કોઈ આવ્યું જ નથી તો આપણું Future Fail કહી શકાય.

=> તમે શું કહેશો, Comment Box માં લખવાનું ભૂલતા નહિ....આ Comment Box લખવા માટે જ છે.

=> તો મિત્રો મને વિશ્વાસ છે કે તમને આ પોસ્ટ ગમી હશે.

=> ધન્યવાદ.  

No comments:

Post a Comment