Sample Text

Chalti Patti

-- WELCOME TO BLOG :: THANK YOU FOR VISITING --

Wednesday, January 31, 2018

My First Child...


આજનો દિવસ મારા માટે ખૂબ જ યાદગાર અને મહત્વનો બની રહેશે, આજનો જ નહીં આવતા બે ત્રણ દિવસ. કેમ કે હું પિતા બનવાનો છું. હા મિત્રો, આજ કે કાલે મારે ત્યાં બાળક નો જન્મ થવાનો છે.

મને લાગ્યું કે આ વાત આ સોનેરી પળ તમારી સાથે શેર કરું. કાલે રાત્રે જ હું પોસ્ટ કરી જાણ કરવાનો હતો પણ લાગ્યું કે સવારે આ વાત કરવી વધુ સારી રહેશે.

આ મારી પહેલાની પોસ્ટથી વધુ મહત્વની છે. બે ત્રણ દિવસથી હું પિતા બનવાનો એ વાત ની ખુશી પણ છે અને થોડી ચિંતા પણ છે, ચિંતા એ કે મારી પત્ની દક્ષા ની થોડી તબિયત અને બાળકની તબિયત વિશે.

આ પોસ્ટ ભવિષ્યમાં યાદગાર બનશે, એવું પણ બને કે આ પોસ્ટ મારી દીકરી કે દીકરો વાંચે અને એના સંતાનો પણ વાંચે. મારા માટે આ ક્ષણ કદી ના ભૂલી શકાય તેવી છે. એક એક ક્ષણ જાણે એક વર્ષ લાગી રહી છે.

હું નથી જાણતો કે મને દીકરો આવશે કે દીકરી એ તો ઈશ્વરના હાથમાં છે, પણ એક વાત ચોક્કસ જાણું છું કે એ ભગવાનનો આશીર્વાદ જ હશે.

અને જે થાય છે તે સારા માટે થાય છે, તે હું માનું છું.

આભાર.

No comments:

Post a Comment