Sample Text

Chalti Patti

-- WELCOME TO BLOG :: THANK YOU FOR VISITING --

Friday, May 18, 2018

International Museum Day, Free Science Museum Visit - Junagadh (18 May )


18 મે  વર્લ્ડ મ્યુઝિયમ ડે અંતર્ગત જૂનાગઢના સરદારબાગ સ્થિત તાજમંઝિલ ખાતેના સંગ્રહાલયમાં મ્યુઝિયમ ડે ની વિશિષ્ટ ઉજવણી કરવામાં આવનાર છે.  જે અંતર્ગત ઐતિહાસીક ફોટોગ્રાફનું પ્રદર્શન યોજવામાં આવશે. આ મ્યુઝિયમમાં રાજા-રજવાડા અને નવાબોના સમયની વિવિધ ઐતિહાસીક ચીજવસ્તુઓ કુલ 10 વિભાગમાં ગોઠવવામાં આવી છે.તાજમંઝિલ ક્યુરેટર કિરણ વરિયાનાં જણાવ્યા મુજબ,
- ચાંદીકલા વિભાગમાં નવાબોના સોના-ચાંદી અને ઝવેરાતના બેનમૂન દાગીનાઓ અને સુશોભનવાળી વસ્તુઓ પ્રદર્શીત કરવામાં આવે છે.
-  પુરાતત્વીય વિભાગમાં તામ્રપત્રમાં ઇ.સ. 569-58 માં ભુમી અને વાવનાં દાનનો ઉલ્લેખ જોવા મળે છે.
-  વસ્ત્રકલા વિભાગમાં નવાબી કાળનાં વસ્ત્ર, સોના-ચાંદીના કીનખાબ, આશાવલી બનારસી સાડીઓ પ્રદર્શીત કરવામાં આવી છે.
- સંગ્રહાલયની વિશાળ લોબીમાં ઝુમરો આકર્ષણ જમાવે છે તો સાથે જ સિક્કા વિભાગમાં પંચમાર્ક, ક્ષત્રપો, યવનો, ગુપ્ત સમ્રાટોના ચાંદીના સિક્કા તેમજ જૂનાગઢના નવાબો, મોગલ બાદશાહો અને ફિરંગીઓના સિક્કા પ્રદર્શીત કરવામાં આવ્યા છે.

Source : AapduJunagadh

No comments:

Post a Comment