Sample Text

Chalti Patti

-- WELCOME TO BLOG :: THANK YOU FOR VISITING --

Sunday, September 11, 2016

ખરાબ રસ્તા અને રખડતી ગાયોનું ગઢ, " જુનાગઢ "

આવું Title જોઇને કદાચ જુનાગઢ પ્રેમી જનતાને દુખ થશે, પરંતુ આ સત્ય હકીકત છે.

મારા બ્લોગનો આજનો વિષય ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ના " Digital India " ને આંખમાં કણા ની જેમ ખટકશે, ખરેખર આ વિષય ઉપર મને ઘણા સમયથી લખવાનું મન હતું. આ સત્ય હકીકત હું માત્ર શબ્દોથી નહિ પણ ફોટો થી પુરવાર કરીશ.

જુનાગઢ, જ્યાં ગરવો ગીરનાર આવેલો છે, જુનાગઢ ની નજીક એશિયાટીક સિંહોનું અભયારણ્ય. જે વિશ્વ પ્રખ્યાત છે. આ ઉપરાંત નરસિંહ મહેતા નો ચોરો, ઉપરકોટ, તથા અનેક અજાયબીઓ આપણને જુનાગઢ તથા આ જીલ્લામાં જોવા મળશે. જે માટે દેશ-વિદેશ થી પ્રવાશીઓ જૂનાગઢની મુલાકાત લે છે.ત્યારે આપણા આ જુનાગઢ શહેરને સ્વરછ રાખવાની જગ્યાએ ઉલ્ટાનું તેના અતિ ખરાબ રસ્તા, જે જુનાગઢ - સોમનાથ Highway કહેવાય છે તે અતિ જર્જરિત હાલતમાં છે.આ જોઈને મને ખુબ જ દુ:ખ થાય છે.

( વાડલા ફાટક - જુનાગઢ પર ગાયોના ધણ )

હજી તો જર્જરિત રસ્તાઓની જ વાત કરી પરંતુ મોટું દુખ તો એ વાતનું છે કે, " ગાય " ને આપણે માતા કહીએ છીએ અને આ જ ગાય રસ્તા ઉપર રહેવા મજબુર છે. તેના માટે કોઈ કઈ કરતુ નથી, તમે જુનાગઢ થી સોમનાથ તરફ જશો એટલે તમે ગાયોના ધણ આ Highway ઉપર રસ્તાની બરોબર વછે અને આસપાસ  બેઠેલા જોવા મળશે, બધા વાહનો ગાયોની લગોલગ પસાર થશે પરંતુ કોઈ આ ગાયોની તકલીફો નહિ જુએ. ગાયોનો ખોરાક પણ મહાનગર પાલિકાના કચરાના ડબ્બાઓમાં રહેલ સડેલી પ્લાસ્ટીકની કોથળીઓ અને કચરો છે. આ સ્થિતિ જુનાગઢ બાયપાસ તથા મધુરમ થી લઈને વાડલા ફાટક સુધી જોવા મળશે.#DigitalIndia ના સમર્થનમાં રહેલા એ મહાનુભાવોને મારું આટલું જ કહેવું છે કે આ ઘરમાં રહેલ સ્થિતિ ને  સુધારો બહાર ના લોકો અહીં આવશે અને આ બધું નિરીક્ષણ કરી દેશની સ્થિતિણે Digital India નહિ પણ Analog India કહેશે.
                                                        ( જુનાગઢ - સોમનાથ બાયપાસ )

થોડા સમયથી એટલે કે ૫ થી ૬ દિવસ થી શહીદ સ્મારક પર આ રખડતી-રઝળતી ગાયોની સ્થિતિને  પહોંચી વળવા કેટલાક લોકોએ ઝુંબેશ ઉપાડી છે કે મ.ન.પા.( મહાનગર પાલિકા - જુનાગઢ ) ના કર્મચારીઓ જાગે. આ જુંબેશણે સારો એવો પ્રતિશાદ મળ્યો છે, પરંતુ આ વાત જ્યાં પહોંચવી જોઈએ ત્યાં પહોંચતી નથી. આ જુંબેશ શરુ કરવા અને જોડાવાવાળા વ્યક્તિઓને અભિનંદન આપી શકાય પરંતુ મારું અમને પણ કહેવું છે કે તે લોકો આટલા દિવસો થી ઝુંબેશ પાછળ સમય અને પૈસા વેડફે છે તેના કરતા તેઓ જ ગાયોને કોઈ સલામત સ્થળે લઈ જાય જ્યાં ગાયોને રહેવા અને જમવાની સગવડ મળી રહે. આપદા ગુજરાત માં ઘણા લોકો( ટ્રસ્ટ ) આવી પવિત્ર સેવા કરે જ છે જેઓ ગાયોની સંભાળ અને બીમાર ગાયોની માવજત કરે છે.


                                                 ( જુનાગઢ - સોમનાથ બાયપાસ પર ઉડતી ધૂળ )

રાજકોટ શહેરનો દેશના શ્રેષ્ઠ ૧૦૦ શહેરોમાં સમાવેશ થાય છે, ત્યાં ગણી ના શકાય તેટલા ફ્લાય-ઓવેર છે, સ્વરછ શહેર છે, ૧૦ થી વધુ FM રેડિયો ચેનલ છે, વિશ્વ કક્ષાનું ક્રિકેટ ગ્રાઉન્ડ પણ છે. કેમ ????? કેમ કે ત્યાં કર્મચારીઓ, ત્યા રહેતા લોકો જુનાગઢના લોકો કરતા વધુ Educated છે એટલે,,,,ના ..... કેમકે ત્યાં નબળું કામ થાય તો તેની ફરિયાદ લોકો ઉપર સુધી પહોંચાડે છે, જયારે જૂનાગઢમાં ???? તમે જ વિચારો.

મારે આ વિષય પર લખીને કોઈ વ્યક્તિ કે સંસ્થા પર આરોપ નથી લગાવતો કે નીચા નથી પડતો પરંતુ આપણા જુનાગઢ ની મને પણ ચિંતા છે.


                      ( જુનાગઢ - સોમનાથ બાયપાસ Highway પર અધૂરા રસ્તાઓ  )

જો આ લેખ આપણા મહાનગર પાલિકાના કર્મચારીઓ કે ગુજરાતના મુખ્યમંત્રી કે ભારતના વડાપ્રધાન #NarendraModi સુધી પહોંચી જાય તો આપણા જુનાગઢ ને એક પવિત્ર સ્વરૂપ મળે.

આતો ફક્ત જુનાગઢ બહારની સ્થિતિ હતી, આવતી બ્લોગ પોસ્ટોમાં હું જુનાગઢ શહેર અને સમસ્યાઓ વિશે જરૂરથી લખીશ.

આ બ્લોગ પોસ્ટ થી કોઈ એક વ્યક્તિણે પણ જુનાગઢની ચિંતા થાય તો હું મારા આ કાર્યને સાર્થક ગણીશ. જો તમને આ લેખ ગમ્યો હોય તો આને શેર અને મને સપોર્ટ કરજો અથવા તમે comment box માં તમારી પ્રતિક્રિયા પણ આપી શકો છો.

ધન્યવાદ.

No comments:

Post a Comment