Sample Text

Chalti Patti

-- WELCOME TO BLOG :: THANK YOU FOR VISITING --

શુક્રવાર, 27 માર્ચ, 2020

Corona Virus સામે લડવા ઘરે રહેવું જરૂરી છે.


◆ મિત્રો, છેલ્લા બે થી ત્રણ મહિના પુરી દુનિયા માટે કઠિન રહ્યા છે. તેમાં પણ છેલ્લો મહિનો આમ જોઈએ તો ખૂબ જ કઠિન રહ્યો.
કોરોના વાઇરસને WHO એ મહામારી ઘોષિત કરી છે, જેમાં આ રોગથી અત્યાર સુધીમાં દુનિયામાં 450000 થી વધુ લોકો સંક્રમિત થયા છે.
◆ આ રોગ કોરોના વાઇરસના દર્દીના સ્પર્શથી, તેની છીંકથી નીકળેલા જેર્મ્સથી ફેલાઈ છે.
◆ માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ પુરા દેશમાં 21 દિવસ માટે લોકડાઉન જાહેર કર્યું. તેમાં ઘણા લોકોને આનો અર્થ સમજાતો નથી, જ્યારે મોદીજીએ લોકડાઉનની જાહેરાત કરી ત્યારે લોકોએ રાતોરાત કરિયાણાની દુકાને લાંબી લાઈનો લગાવી હતી.
◆ લોકડાઉન થવાથી ખાવા પીવાની જરૂરી ચીજવસ્તુઓ કદી બંધ થતી નથી જે જાણ હોવી જરૂરી છે.
◆ આપણે આ ૨૧ દિવસ ઘરે રહીને રાષ્ટ્રસેવા કરવાની છે. લોકડાઉનમાં ગરબાઓ રમવાના નથી કે સોસાયટીમાં બધાએ ભેગા થઈને પાઉભાજી કે ભજીયાના પ્રોગ્રામ કરવાના નથી.
◆ ઇટલી દેશ અત્યારે આ મહામારીનો સામનો કરતા કરતા થાકી ગયો છે. આ દેશમાં અત્યાર સુધીમાં 8000 થી પણ વધારે લોકો મૃત્યુ પામ્યા છે. જ્યારે અમેરિકા પણ આમાંથી બાકાત નથી, ત્યાં 85000 થી વધુ કોરોના વાયરસ સંક્રમિત વ્યક્તિઓ છે.
◆ ટ્વિટર ઉપર એવા વીડિયો જોઈને હું ચોંકી ગયો જેમાં ચીનના ઘણા કોરોના વાઇરસ સંક્રમિત લોકો જ જાણી જોઈને જ્યાં ત્યાં જેમકે, લિફ્ટમાં થુકીને કે લિફ્ટની સ્વીચમાં પોતાની લાળવાળો હાથ લગાવીને આ વાઇરસને ફેલાવે છે. જે જોઈને હૃદય દ્રવી ઉઠ્યું.
◆ આ મહામારીથી બચવા ભારત અત્યાર સુધી સુરક્ષિત છે અને રહેશે જો આપણે બધા #StayHomeStaySafe ને જાળવી રાખશું.
◆ મિત્રો, પુરી દુનિયામાંથી આ મહામારી જલ્દી નાબૂદ થાય એવી ઈશ્વરને પ્રાર્થના.
◆ આભાર.

2 ટિપ્પણીઓ: