Sample Text

Chalti Patti

-- WELCOME TO BLOG :: THANK YOU FOR VISITING --

શનિવાર, 28 માર્ચ, 2020

Corona Virus થી લડવા પોલીસ અને મેડિકલ ટીમ આપણા માટે આવું કરશે તો કેમ ચાલશે ?


◆ કોરોના વાઇરસ દેશ અને દુનિયા માટે મુસીબત બની ગયો છે. અત્યાર સુધી બે વિશ્વયુદ્ધ થયા, પણ આ Bio War છે જેની સામે આખા વિશ્વના 199 દેશ લડી રહ્યા છે.
◆ માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતમાં Lock Down જાહેર કર્યાના આજે ચોથા દિવસ સુધીમાં વિશ્વમાં 6 લાખથી વધુ Corona Virus સંક્રમિત કેસ સામે આવ્યા છે. ગુજરાતની વાત કરીએ તો 55 કેસ સામે આવ્યા છે.
◆ દેશ આવા ઘાતક રોગ સામે લડવા માટે કટિબદ્ધ છે. ભારતના ડોક્ટરો, પોલીસ ટીમ અને મ્યુનિસિપલ ટીમ સતત ખડેપગે દેશસેવા કરી રહ્યા છે. સલામ છે તમને. શુ તેમને આ રોગ નહીં થાય ? તેઓ સતત તેમની duty કરી રહ્યા છે, તેમના પરિવારનું શુ થશે એનો વિચાર કર્યા વગર તેઓ આપણા અણસમજ અને નિરક્ષર કૃત્યોને રોકવા સતત કહી રહ્યા છે કે, #StayHomeStaySafe પોતાની જિંદગી દાવ પર મૂકીને, પણ આપણે સમજતા જ નથી. આપણે આપણી જવાબદારી ભુલી ગયા છીએ. 21 દિવસ સતત ઘરમાં રહીને આપણે જે સરળ રીતે દેશભક્તિ કરવાની તક મળી છે ત્યારે આપણે શું કરીએ, Lock down માં ગરબા રમીએ, સોસાયટી ના બધા જમણવાર કરીએ, રસ્તામાં કામ વગર આંટા ફેરા મારીએ, બાળકો અને વૃધ્ધોને બહાર ખરીદી કરવા મોકલીએ, અરે થોડું તો વિચારો ઇટલી ના વિડિઓ search કરી જુઓ તો ખ્યાલ આવશે કે આ કોઈ શરદી કે ઉધરસ નથી પણ ખાતરનાક કોરોના છે.
◆ મિત્રો, ઘણા દેશો જે પોતાને સુપર પાવર માનતું હતું જેમ કે અમેરિકા અને જેઓ પોતાને મેડિકલ માં સર્વશ્રેષ્ઠ માનતું હતું જેમકે ઇટલી, તેઓ પણ અત્યારે વાઇરસને ઘૂંટણિયે પડી ગયા છે. ત્યાંના લોકોએ આ વાઇરસને સામાન્ય સમજવાની કોશિશ કરી હતી. પણ આપણે ના કરી શકીએ, આપણી આબાદી 138 કરોડ (1 જાન્યુઆરી 2020 મુજબ) પણ વધારે છે જો માત્ર 1 ટકા લોકોને પણ આ રોગ થયો તો તે સંખ્યા 1 કરોડ 38 લાખ થાય છે. અને વેન્ટિલેટર દેશમાં 1 લાખ કરતા પણ ઓછા છે તો કોને તેનો લાભ આપવો એ ધર્મ સંકટ છે.
◆ આપણે સાક્ષર છીએ અને 21 મી સદી માં જીવીએ છીએ ત્યારે જો આપણી સરકાર કહી રહી છે તો આપણે તે વાતને ગંભીરતાથી લેવી જોઈએ.
◆ દુનિયામાંથી આ રોગ જલ્દી નાબૂદ થાય તેવી ઈશ્વરને પ્રાર્થના.
◆ આભાર.

1 ટિપ્પણી: